Research Tomato Seeds
Agro-Climatic Requirements & Soil Preparation
Hybrid tomatoes grow best in well-drained sandy loam to clay loam soils with pH 6–7.5. The crop prefers temperatures between 20–25°C and can be cultivated year-round in most regions. Prepare the field with 4–5 ploughings, incorporate 10–12 tons/acre of FYM, and form ridges or raised beds to improve drainage.
Seed Sowing
Seed Rate: 100–150 g/acre (250–300 g/ha) for hybrids.
Spacing: 60–120 cm between rows and 30–60 cm between plants, wider for indeterminate types.
Sowing Method: Raise seedlings in protrays or nursery beds; transplant 25–30-day-old healthy seedlings.
Nursery Preparation
Raised Bed Preparation: Prepare raised nursery beds of size 3 × 0.6 m with 10-15 cm height. Maintain about 70 cm distance between beds for easy operations.
Soil Treatment: To prevent damping-off disease, drench the seedbed with Bavistin (15-20 g/10 liters of water) before sowing.
Seed Treatment: Treat seeds with Trichoderma viride (4 g/kg of seed) or Thiram (2g/kg of seed) to prevent damping-off disease.
Sowing Method and Timing
The optimal sowing time varies across Gujarat's agro-climatic zones:
Autumn-Winter Crop: Sow seeds in June-July for transplanting in August-September.
Spring-Summer Crop: Sow seeds in November for transplanting in December-January.
Sowing Pattern: Sow seeds thinly in lines spaced at 10-15 cm apart at a depth of 2-3 cm. Cover with a fine layer of soil followed by light watering.
Seedling Care: Cover beds with dry straw or grass to maintain moisture and temperature. Remove this cover once germination is complete, typically after 7-10 days.
Transplanting
Seedling Age: Transplant seedlings when they have 5-6 true leaves, typically 25-30 days after sowing.
Spacing: For hybrid varieties in Gujarat, maintain a spacing of 90 cm between rows and 60 cm between plants. This spacing can be adjusted based on the specific variety and growth habit.
Planting Method: Transplant seedlings on one side of the ridges to facilitate irrigation and drainage.
Nutrient Management — “PRECAUTION: Farmers are advised to test their soil before applying fertilizers. Use the soil test results to apply only the required nutrients for healthy crops and sustainable soil management.”
Basal Dose: 25 t/ha FYM, 100–120 kg N, 60–80 kg P₂O₅, 50–60 kg K₂O/ha.
Top Dressing: Split nitrogen application, half at planting, half at flowering.
Micronutrients: Apply zinc and boron as needed. Use biofertilizers like Azospirillum or Azotobacter for better nutrient uptake.
Irrigation
Drip irrigation is ideal for water efficiency. Water every 6–7 days in summer, 10–15 days in winter. Avoid water stress during flowering and fruit set.
Weed Management
Use mulching (plastic or straw) and hand weeding. For chemical control, use pendimethalin (1 kg a.i./ha) as a pre-emergence herbicide.
Integrated Pest Management (IPM) —“Plant Protection Measures: Apply any of the following pesticides for respective pest and disease as per recommended dosage for all mentioned pesticides as specified on their label. Caution: To prevent pest resistance, avoid repeated use of the same insecticide. Change or combine different insecticides as needed.”
Fruit Borer (Helicoverpa armigera): Indoxacarb 15.8 EC (10 ml/10 L), Chlorantraniliprole 18.5 SC (3 ml/10 L).
Whitefly (Leaf Curl Virus vector): Imidacloprid 17.8% SL (0.3 ml/L), Pyriproxyfen + Diafenthiuron (400 ml/acre).
Aphids/Thrips: Dimethoate 30% EC (2 ml/L), Thiamethoxam 25% WG (0.3 g/L).
Leaf Miner: Cyantraniliprole 10.26% OD (90 ml/ha).
Early Blight (Alternaria): Copper oxychloride (2.5 g/L) or Mancozeb (2 g/L).
General IPM: Use crop rotation, resistant hybrids (e.g., for early blight), yellow sticky traps, and biologicals like Trichogramma for fruit borers.
Harvesting & Post-Harvest Management
Harvest at breaker stage for distant markets, fully ripe for local sale. Pick every 3–4 days. Grade and pack in ventilated crates; store at 13°C for best shelf life.
Important Note: Adjustments may be needed based on local soil tests or climatic conditions.
कृषि-जलवायु आवश्यकताएँ और मिट्टी की तैयारी
हाइब्रिड टमाटर अच्छी जल निकासी वाली रेतीली दोमट से चिकनी दोमट मिट्टी में सबसे अच्छे उगते हैं, जिसका पीएच 6−7.5 हो। फसल के लिए 20−25°C के बीच का तापमान अनुकूल होता है और अधिकांश क्षेत्रों में इसकी खेती साल भर की जा सकती है। खेत को 4−5 जुताई करके तैयार करें, 10−12 टन/एकड़ गोबर की खाद (FYM) मिलाएं, और जल निकासी में सुधार के लिए मेड़ें या उठी हुई क्यारियाँ बनाएं।
बीज बुवाई
बीज दर: हाइब्रिड के लिए 100−150 ग्राम/एकड़ (250−300 ग्राम/हेक्टेयर)।
दूरी: पंक्तियों के बीच 60−120 सेमी और पौधों के बीच 30−60 सेमी, अनिश्चित प्रकारों (indeterminate types) के लिए अधिक चौड़ी दूरी रखें।
बुवाई विधि: प्रोट्रे या नर्सरी क्यारियों में पौधे तैयार करें; 25−30 दिन पुराने स्वस्थ पौधों का प्रत्यारोपण करें।
नर्सरी की तैयारी
उठी हुई क्यारी की तैयारी: 3×0.6 मीटर आकार की 10−15 सेमी ऊँचाई वाली उठी हुई नर्सरी क्यारियाँ तैयार करें। आसान कामकाज के लिए क्यारियों के बीच लगभग 70 सेमी की दूरी बनाए रखें।
मिट्टी का उपचार: आर्द्र गलन (डैम्पिंग-ऑफ) रोग को रोकने के लिए, बुवाई से पहले बीज क्यारी को बाविस्टिन (15−20 ग्राम/10 लीटर पानी) से भिगोएँ।
बीज उपचार: आर्द्र गलन (डैम्पिंग-ऑफ) रोग से बचाव के लिए बीजों को ट्राइकोडर्मा विरिडी (4 ग्राम/किग्रा बीज) या थिरम (2 ग्राम/किग्रा बीज) से उपचारित करें।
बुवाई विधि और समय
गुजरात के कृषि-जलवायु क्षेत्रों में बुवाई का इष्टतम समय भिन्न होता है:
शरद-शीतकालीन फसल: अगस्त-सितंबर में प्रत्यारोपण के लिए जून-जुलाई में बीज बोएं।
वसंत-ग्रीष्मकालीन फसल: दिसंबर-जनवरी में प्रत्यारोपण के लिए नवंबर में बीज बोएं।
बुवाई का तरीका: बीजों को 10−15 सेमी की दूरी पर बनी पंक्तियों में 2−3 सेमी की गहराई पर पतला बोएं। मिट्टी की एक महीन परत से ढकें और हल्की सिंचाई करें।
पौध की देखभाल: नमी और तापमान बनाए रखने के लिए क्यारियों को सूखी पुआल या घास से ढकें। अंकुरण पूरा होने पर, आमतौर पर 7−10 दिनों के बाद, इस आवरण को हटा दें।
प्रत्यारोपण
पौध की आयु: जब पौधों में 5−6 सच्ची पत्तियाँ आ जाएँ, आमतौर पर बुवाई के 25−30 दिन बाद, उनका प्रत्यारोपण करें।
दूरी: गुजरात में हाइब्रिड किस्मों के लिए, पंक्तियों के बीच 90 सेमी और पौधों के बीच 60 सेमी की दूरी बनाए रखें। यह दूरी विशिष्ट किस्म और विकास की आदत के आधार पर समायोजित की जा सकती है।
रोपण विधि: सिंचाई और जल निकासी की सुविधा के लिए पौधों को मेड़ों के एक तरफ रोपें।
पोषक तत्व प्रबंधन — "सावधानी: किसानों को सलाह दी जाती है कि वे उर्वरक डालने से पहले अपनी मिट्टी का परीक्षण करें। स्वस्थ फसलों और टिकाऊ मिट्टी प्रबंधन के लिए केवल आवश्यक पोषक तत्वों को लागू करने के लिए मिट्टी परीक्षण के परिणामों का उपयोग करें।"
आधार खुराक: 25 टन/हेक्टेयर FYM (गोबर की खाद), 100−120 किग्रा N, 60−80 किग्रा P2O5, 50−60 किग्रा K2O/हेक्टेयर।
टॉप ड्रेसिंग (ऊपरी खुराक): नाइट्रोजन को विभाजित करके डालें, आधा रोपण के समय, आधा फूल आने पर।
सूक्ष्म पोषक तत्व: आवश्यकतानुसार जिंक और बोरॉन डालें। बेहतर पोषक तत्व ग्रहण के लिए एज़ोस्पिरिलम या एज़ोटोबैक्टर जैसे जैव उर्वरकों का उपयोग करें।
सिंचाई
पानी की दक्षता के लिए ड्रिप सिंचाई आदर्श है। गर्मियों में हर 6−7 दिनों में, सर्दियों में 10−15 दिनों में पानी दें। फूल आने और फल लगने के दौरान पानी की कमी से बचें।
खरपतवार प्रबंधन
मल्चिंग (प्लास्टिक या पुआल) और हाथ से निराई का प्रयोग करें। रासायनिक नियंत्रण के लिए, प्री-इमरजेंस हर्बिसाइड के रूप में पेंडीमेथालिन (1 किग्रा सक्रिय तत्व/हेक्टेयर) का प्रयोग करें।
एकीकृत कीट प्रबंधन (IPM) — "पौध संरक्षण उपाय: किसी भी निम्नलिखित कीटनाशक का प्रयोग संबंधित कीट और रोग के लिए उनके लेबल पर निर्दिष्ट अनुशंसित खुराक के अनुसार करें। सावधानी: कीट प्रतिरोध को रोकने के लिए, एक ही कीटनाशक के बार-बार उपयोग से बचें। आवश्यकतानुसार विभिन्न कीटनाशकों को बदलें या मिलाएं।"
फल छेदक (हेलिकोवर्पा आर्मीजेरा): इंडोक्साकार्ब 15.8 EC (10 मिली/10 लीटर), क्लोरेंट्रानिलिप्रोएल 18.5 SC (3 मिली/10 लीटर)।
सफ़ेद मक्खी (लीफ कर्ल वायरस वेक्टर): इमिडाक्लोप्रिड 17.8% SL (0.3 मिली/लीटर), पायरीप्रोक्सीफेन + डायफेंथियुरॉन (400 मिली/एकड़)।
एफिड्स/थ्रिप्स (माहू/तेला): डाइमेथोएट 30% EC (2 मिली/लीटर), थियामेथोक्साम 25% WG (0.3 ग्राम/लीटर)।
पत्ती सुरंगक (लीफ माइनर): सायंट्रानिलिप्रोएल 10.26% OD (90 मिली/हेक्टेयर)।
अगेती झुलसा (अल्टरनेरिया): कॉपर ऑक्सीक्लोराइड (2.5 ग्राम/लीटर) या मैनकोज़ेब (2 ग्राम/लीटर)।
सामान्य IPM: फसल चक्र, प्रतिरोधी हाइब्रिड (जैसे, अगेती झुलसा के लिए), पीले चिपचिपे ट्रैप, और फल छेदक के लिए ट्राइकोग्रामा जैसे जैविकों का उपयोग करें।
कटाई और कटाई के बाद प्रबंधन
दूर के बाजारों के लिए ब्रेकर स्टेज (हल्का रंग बदलते समय) पर कटाई करें, स्थानीय बिक्री के लिए पूरी तरह से पका हुआ होने पर। हर 3−4 दिनों में तुड़ाई करें। ग्रेडिंग करें और हवादार क्रेटों में पैक करें; सर्वोत्तम शेल्फ जीवन के लिए 13°C पर स्टोर करें।
महत्वपूर्ण नोट: स्थानीय मिट्टी परीक्षण या जलवायु परिस्थितियों के आधार पर समायोजन की आवश्यकता हो सकती है।
કૃષિ-આબોહવાકીય જરૂરિયાતો અને જમીનની તૈયારી
હાઈબ્રીડ ટામેટાં સારી નિતાર શક્તિવાળી રેતાળ ગોરાડુ થી માટિયાળ જમીનમાં, જેનો pH 6−7.5 હોય, સૌથી સારા ઉગે છે. પાક માટે 20−25°C વચ્ચેનું તાપમાન વધુ અનુકૂળ છે અને મોટાભાગના વિસ્તારોમાં તેની ખેતી આખું વર્ષ કરી શકાય છે. ખેતરને ૪−૫ ખેડ કરીને તૈયાર કરો, ૧૦−૧૨ ટન/એકર સારું કોહવાયેલું છાણિયું ખાતર (FYM) ભેળવો, અને પાણીના સારા નિકાલ માટે નીકપાળા અથવા ગાદી ક્યારા બનાવો.
બીજ વાવણી
બીજ દર: હાઈબ્રીડ માટે ૧૦૦−૧૫૦ ગ્રામ/એકર (૨૫૦−૩૦૦ ગ્રામ/હેક્ટર).
અંતર: હાર વચ્ચે ૬૦−૧૨૦ સેમી અને છોડ વચ્ચે ૩૦−૬૦ સેમી, અનિયંત્રિત વૃદ્ધિના પ્રકાર (indeterminate types) માટે વધુ પહોળું અંતર રાખો.
વાવણી પદ્ધતિ: પ્રો-ટ્રે અથવા ધરુવાડિયામાં ધરુ ઉછેરો; ૨૫−૩૦ દિવસના તંદુરસ્ત ધરુનું ફેરરોપણ કરો.
ધરુવાડિયાની તૈયારી
ગાદી ક્યારાની તૈયારી: ૩×૦.૬ મીટરના કદના અને ૧૦-૧૫ સેમી ઊંચાઈવાળા ગાદી ક્યારા તૈયાર કરો. સરળ કામગીરી માટે ક્યારા વચ્ચે લગભગ ૭૦ સેમીનું અંતર રાખો.
જમીનની માવજત: ધરુનો કોહવારો (ડૅમ્પિંગ-ઑફ) રોગ અટકાવવા માટે, વાવણી પહેલાં બીજ ક્યારાને બાવિસ્ટીન (૧૫−૨૦ ગ્રામ/૧૦ લિટર પાણી) થી સારી રીતે પલાળો/રેડો.
બીજ માવજત: ધરુનો કોહવારો રોગ અટકાવવા માટે બીજને ટ્રાયકોડર્મા વિરીડી (૪ ગ્રામ/કિલો બીજ) અથવા થાયરમ (૨ ગ્રામ/કિલો બીજ) થી માવજત આપો.
વાવણી પદ્ધતિ અને સમય
ગુજરાતના જુદા જુદા કૃષિ-આબોહવાકીય વિસ્તારો મુજબ વાવણીનો શ્રેષ્ઠ સમય બદલાય છે:
શિયાળુ પાક: ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં ફેરરોપણ માટે જૂન-જુલાઈમાં બીજ વાવો.
ઉનાળુ પાક: ડિસેમ્બર-જાન્યુઆરીમાં ફેરરોપણ માટે નવેમ્બરમાં બીજ વાવો.
વાવણીની રીત: ૧૦−૧૫ સેમીના અંતરે બનાવેલ હારમાં ૨−૩ સેમી ઊંડાઈએ બીજ છૂટાંછવાયાં વાવો. માટીના પાતળા થરથી ઢાંકીને હળવું પાણી આપો.
ધરુની સંભાળ: ભેજ અને તાપમાન જાળવવા ક્યારાને સૂકા ઘાસ કે પરાળથી ઢાંકો. બીજ ઉગી ગયા પછી (સામાન્ય રીતે ૭-૧૦ દિવસ પછી) આ ઢાંકણ દૂર કરો.
ફેરરોપણી
ધરુની ઉંમર: જ્યારે ધરુમાં ૫−૬ સાચાં પાન આવે, સામાન્ય રીતે વાવણીના ૨૫−૩૦ દિવસ પછી, તેની ફેરરોપણી કરો.
અંતર: ગુજરાતમાં હાઈબ્રીડ જાતો માટે, હાર વચ્ચે ૯૦ સેમી અને છોડ વચ્ચે ૬૦ સેમીનું અંતર રાખો. આ અંતર ચોક્કસ જાત અને તેની વૃદ્ધિના પ્રકારને આધારે ગોઠવી શકાય છે.
રોપણી પદ્ધતિ: સિંચાઈ અને પાણીના નિકાલની સગવડ માટે ધરુને નીકપાળાની એક બાજુ રોપો.
પોષણ વ્યવસ્થાપન — "સાવચેતી: ખેડૂતોને સલાહ આપવામાં આવે છે કે ખાતર નાખતા પહેલા તેમની જમીનનું પરીક્ષણ કરાવે. તંદુરસ્ત પાક અને ટકાઉ જમીન વ્યવસ્થાપન માટે જમીન પરીક્ષણના પરિણામોનો ઉપયોગ કરીને ફક્ત જરૂરી પોષક તત્વો જ આપો."
પાયાનું ખાતર: ૨૫ ટન/હેક્ટર FYM (છાણિયું ખાતર), ૧૦૦−૧૨૦ કિલો N (નાઇટ્રોજન), ૬૦−૮૦ કિલો P2O5 (ફોસ્ફરસ), ૫૦−૬૦ કિલો K2O (પોટાશ)/હેક્ટર.
પૂર્તિ ખાતર: નાઇટ્રોજનને બે ભાગમાં વહેંચીને આપો, અડધો રોપણી સમયે અને અડધો ફૂલ આવવાના સમયે.
સૂક્ષ્મ પોષક તત્વો: જરૂર મુજબ ઝીંક અને બોરોન આપો. પોષક તત્વોના સારા શોષણ માટે એઝોસ્પિરીલમ અથવા એઝોટોબેક્ટર જેવા જૈવિક ખાતરોનો ઉપયોગ કરો.
સિંચાઈ (પાણી વ્યવસ્થાપન)
પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ટપક સિંચાઈ પદ્ધતિ આદર્શ છે. ઉનાળામાં દર ૬−૭ દિવસે અને શિયાળામાં દર ૧૦−૧૫ દિવસે પાણી આપો. ફૂલ અને ફળ બેસતી વખતે પાણીની ખેંચ ન પડે તેનું ધ્યાન રાખો.
નિંદામણ વ્યવસ્થાપન
મલ્ચિંગ (પ્લાસ્ટિક કે પરાળ) અને હાથથી નિંદામણ કરો. રાસાયણિક નિયંત્રણ માટે, પ્રી-ઇમરજન્સ (નિંદામણ ઉગ્યા પહેલા) નિંદામણનાશક તરીકે પેન્ડીમેથાલિન (૧ કિલો સક્રિય તત્વ/હેક્ટર) નો ઉપયોગ કરો.
સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM) — "પાક સંરક્ષણના પગલાં: નીચે જણાવેલ કોઈપણ જંતુનાશક/ફૂગનાશકનો ઉપયોગ સંબંધિત જીવાત અને રોગ માટે તેમના લેબલ પર નિર્દિષ્ટ ભલામણ કરેલ માત્રા મુજબ કરો. સાવચેતી: જીવાતોમાં પ્રતિકારકતા ટાળવા માટે, એક જ જંતુનાશકનો વારંવાર ઉપયોગ ટાળો. જરૂર મુજબ જુદા જુદા જંતુનાશકો બદલો અથવા ભેગા કરીને ઉપયોગ કરો."
ફળ કોરી ખાનાર ઇયળ (હેલિકોવરપા આર્મીજેરા): ઇન્ડોક્સાકાર્બ ૧૫.૮ EC (૧૦ મિલી/૧૦ લિટર પાણી), ક્લોરાન્ટ્રાનિલિપ્રોલ ૧૮.૫ SC (૩ મિલી/૧૦ લિટર પાણી).
સફેદ માખી (પાના કોકળવાના વાયરસનું વાહક): ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮% SL (૦.૩ મિલી/લિટર પાણી), પાયરીપ્રોક્સીફેન + ડાયાફેન્થિયુરોન (૪૦૦ મિલી/એકર).
મોલો/થ્રીપ્સ: ડાયમેથોએટ ૩૦% EC (૨ મિલી/લિટર પાણી), થાયામેથોક્ઝામ ૨૫% WG (૦.૩ ગ્રામ/લિટર પાણી).
પાન કોરિયું (લીફ માઇનર): સાયન્ટ્રાનિલિપ્રોલ ૧૦.૨૬% OD (૯૦ મિલી/હેક્ટર).
આગોતરો સુકારો (અલ્ટરનારિયા): કોપર ઓક્સીક્લોરાઇડ (૨.૫ ગ્રામ/લિટર પાણી) અથવા મેન્કોઝેબ (૨ ગ્રામ/લિટર પાણી).
સામાન્ય IPM: પાકની ફેરબદલી, પ્રતિકારક હાઈબ્રીડ જાતોનો ઉપયોગ (દા.ત., આગોતરા સુકારા માટે), પીળા ચીકણા પિંજર (યલો સ્ટીકી ટ્રેપ) અને ફળ કોરી ખાનાર ઇયળ માટે ટ્રાયકોગ્રામા જેવા જૈવિક નિયંત્રકોનો ઉપયોગ કરો.
કાપણી અને કાપણી પછીનું વ્યવસ્થાપન
દૂરના બજાર માટે ટામેટાંનો રંગ બદલાય ત્યારે (બ્રેકર સ્ટેજ) કાપણી કરો, સ્થાનિક વેચાણ માટે પૂરા પાકેલા ટામેટાં ઉતારો. દર ૩−૪ દિવસે વીણી કરો. વર્ગીકરણ (ગ્રેડિંગ) કરો અને હવાઉજાસવાળા ક્રેટમાં પેક કરો; સારી સંગ્રહ શક્તિ માટે 13°C તાપમાને સંગ્રહ કરો.
મહત્વપૂર્ણ નોંધ: સ્થાનિક જમીન પરીક્ષણ અથવા આબોહવાની પરિસ્થિતિઓના આધારે ભલામણોમાં ફેરફાર કરવાની જરૂર પડી શકે છે.