Climate: Thrives in warm, humid conditions (24–37°C). Excessive rainfall during flowering/fruiting reduces yield, while low temperatures delay germination.
Soil: Prefers loamy, well-drained soils rich in organic matter (pH 5.5–6.7). Avoid waterlogged or heavy clay soils.
Preparation: Plough fields 2–3 times for fine tilth. Apply 10–25 tonnes/ha farmyard manure (FYM) during preparation.
Season:
North India: Summer (Feb–Mar), Rainy (Jun–Jul).
South India: Rabi (Dec). Hilly regions: Apr–May.
Seed Rate: 2.5–3.5 kg/ha.
Spacing:
Row-to-row: 1.5–3 m.
Plant-to-plant: 60–120 cm.
Method: Sow 2–3 seeds per pit (depth: 2–3 cm). Thin to 1–2 seedlings/pit after 15 days.
Basal Dose: Apply 15–25 tonnes/ha FYM + 50–100 kg N, 35–50 kg P, 30–50 kg K/ha (varies by state). For example:
Punjab: 100-60-60 kg NPK/ha.
Top Dressing: Half N applied 30 days after sowing.
Avoid excess nitrogen to prevent reduced female flowers.
Initial: Light irrigation post-sowing.
Summer: Weekly irrigation.
Rainy Season: Only during dry spells.
Critical stages: Flowering and fruit development require consistent moisture.
Manual weeding at 20–25 days and 45–50 days after sowing.
Pre-emergent herbicide: Apply Basalin (2.0–2.5 L/ha) before sowing.
Key Pests: Fruit flies, thrips, whiteflies, aphids.
Strategies:
Traps: Yellow/blue sticky traps (10–20/ha) for thrips/whiteflies.
Biological Control: Release Trichogramma wasps, ladybugs, or lacewings.
Neem-based Sprays: 4% neem seed kernel extract (NSKE) or 1% neem soap.
Chemical Control: Dimethoate (0.05%) for aphids; carbaryl (0.1%) for beetles.
Harvesting:
Vegetable Use: Tender fruits (12–15 cm long) 60–70 days after sowing.
Sponge Use: Mature, dried fruits (90–120 days).
Yield: 150–220 quintals/ha.
Post-Harvest: Store in cool, shaded baskets for 3–4 days. For seeds, dry fruits and extract fibers.
1. कृषि-जलवायु आवश्यकताएँ और मिट्टी की तैयारी
o जलवायु: गर्म, आर्द्र परिस्थितियों (24–37°C) में अच्छी तरह पनपता है। फूल आने/फल लगने के दौरान अत्यधिक वर्षा से उपज कम हो जाती है, जबकि कम तापमान अंकुरण में देरी करता है।
o मिट्टी: कार्बनिक पदार्थों से भरपूर, अच्छी जल निकासी वाली दोमट मिट्टी (pH 5.5–6.7) पसंद करता है। जलभराव वाली या भारी चिकनी मिट्टी से बचें।
o तैयारी: अच्छी जुताई के लिए खेत की 2-3 बार जुताई करें। तैयारी के दौरान 10-25 टन/हेक्टेयर गोबर की खाद (FYM) डालें।
2. बीज बुवाई का मौसम, दर और विधि
o मौसम:
§ उत्तर भारत: गर्मी (फरवरी-मार्च), बरसात (जून-जुलाई)।
§ दक्षिण भारत: रबी (दिसंबर)। पहाड़ी क्षेत्र: अप्रैल-मई।
o बीज दर: 2.5–3.5 किग्रा/हेक्टेयर।
o दूरी:
§ पंक्ति-से-पंक्ति: 1.5–3 मीटर।
§ पौधे-से-पौधे: 60–120 सेमी।
o विधि: प्रत्येक गड्ढे में 2-3 बीज (गहराई: 2-3 सेमी) बोएं। 15 दिनों के बाद प्रति गड्ढे 1-2 पौधे छोड़कर बाकी निकाल दें (छंटाई करें)।
3. पोषक तत्व प्रबंधन
o आधार खुराक: 15-25 टन/हेक्टेयर गोबर की खाद + 50-100 किग्रा N (नाइट्रोजन), 35-50 किग्रा P (फॉस्फोरस), 30-50 किग्रा K (पोटेशियम)/हेक्टेयर (राज्य के अनुसार भिन्न)। उदाहरण के लिए:
§ पंजाब: 100-60-60 किग्रा NPK/हेक्टेयर।
o टॉप ड्रेसिंग (ऊपरी खाद): बुवाई के 30 दिन बाद आधी नाइट्रोजन डालें।
o मादा फूलों में कमी को रोकने के लिए अत्यधिक नाइट्रोजन से बचें।
4. सिंचाई
o प्रारंभिक: बुवाई के बाद हल्की सिंचाई।
o गर्मी: साप्ताहिक सिंचाई।
o बरसात का मौसम: केवल सूखे के दौरान।
o महत्वपूर्ण चरण: फूल आने और फल विकास के लिए लगातार नमी की आवश्यकता होती है।
5. खरपतवार प्रबंधन
o बुवाई के 20-25 दिन और 45-50 दिन बाद हाथ से निराई करें।
o अंकुरण-पूर्व खरपतवारनाशक: बुवाई से पहले बसालीन (Basalin) (2.0–2.5 लीटर/हेक्टेयर) डालें।
6. एकीकृत कीट प्रबंधन (IPM)
o मुख्य कीट: फल मक्खी, थ्रिप्स, सफेद मक्खी, एफिड्स (माहू)।
o रणनीतियाँ:
§ ट्रैप: थ्रिप्स/सफेद मक्खी के लिए पीले/नीले चिपचिपे ट्रैप (10-20/हेक्टेयर)।
§ जैविक नियंत्रण: ट्राइकोग्रामा ततैया, लेडीबग, या लेसविग्स छोड़ें।
§ नीम-आधारित स्प्रे: 4% नीम बीज गिरी अर्क (NSKE) या 1% नीम साबुन।
§ रासायनिक नियंत्रण: एफिड्स के लिए डाइमेथोएट (0.05%); भृंगों (बीटल) के लिए कार्बेरिल (0.1%)।
7. कटाई और कटाई के बाद प्रबंधन
o कटाई:
§ सब्जी उपयोग के लिए: बुवाई के 60-70 दिनों के बाद कोमल फल (12-15 सेमी लंबे)।
§ स्पंज उपयोग के लिए: परिपक्व, सूखे फल (90-120 दिन)।
o उपज: 150–220 क्विंटल/हेक्टेयर।
o कटाई के बाद: ठंडी, छायादार टोकरियों में 3-4 दिनों तक स्टोर करें। बीजों के लिए, फलों को सुखाएं और रेशों को निकालें।
૧. કૃષિ-આબોહવાકીય જરૂરિયાતો અને જમીનની તૈયારી
આબોહવા: ગલકાનો પાક ગરમ અને ભેજવાળી પરિસ્થિતિમાં (૨૪-૩૭°C તાપમાન) સારી રીતે ઉગે છે. ફૂલ આવવાના અને ફળ બેસવાના સમયે વધુ પડતો વરસાદ ઉપજ ઘટાડી શકે છે, જ્યારે નીચું તાપમાન બીજના અંકુરણને વિલંબિત કરે છે.
જમીન: સારા નિતારવાળી, સેન્દ્રિય પદાર્થોથી ભરપૂર ગોરાડુ જમીન (pH ૫.૫-૬.૭) વધુ અનુકૂળ છે. પાણી ભરાઈ રહે તેવી અથવા ભારે ચીકણી કાળી જમીન ટાળવી.
તૈયારી: જમીનને ભરભરી અને પોચી બનાવવા માટે ૨-૩ વાર ખેડ કરો. જમીન તૈયાર કરતી વખતે ૧૦-૨૫ ટન પ્રતિ હેક્ટર સારું કોહવાયેલું છાણિયું ખાતર (FYM) ભેળવો.
૨. બીજ વાવણીની મોસમ, દર અને પદ્ધતિ
મોસમ:
ઉત્તર ભારત: ઉનાળુ (ફેબ્રુઆરી-માર્ચ), ચોમાસુ (જૂન-જુલાઈ).
દક્ષિણ ભારત: રવિ (ડિસેમ્બર). પહાડી વિસ્તારો: એપ્રિલ-મે.
બીજ દર: ૨.૫-૩.૫ કિગ્રા પ્રતિ હેક્ટર.
અંતર:
હાર થી હાર: ૧.૫-૩ મીટર.
છોડ થી છોડ: ૬૦-૧૨૦ સે.મી.
પદ્ધતિ: દરેક ખાડામાં ૨-૩ બીજ વાવો (ઊંડાઈ: ૨-૩ સે.મી.). ૧૫ દિવસ પછી, દરેક ખાડામાં ૧-૨ તંદુરસ્ત રોપા રાખી વધારાના રોપા કાઢી નાખો (પારવણી કરો).
૩. પોષકતત્ત્વોનું વ્યવસ્થાપન
પાયાનું ખાતર: ૧૫-૨૫ ટન/હેક્ટર છાણિયું ખાતર + ૫૦-૧૦૦ કિગ્રા નાઇટ્રોજન (N), ૩૫-૫૦ કિગ્રા ફોસ્ફરસ (P), ૩૦-૫૦ કિગ્રા પોટાશ (K) પ્રતિ હેક્ટર (આ પ્રમાણ રાજ્ય મુજબ અલગ હોઈ શકે છે). ઉદાહરણ તરીકે:
પંજાબ: ૧૦૦-૬૦-૬૦ કિગ્રા NPK/હેક્ટર.
પૂર્તિ ખાતર: વાવણીના ૩૦ દિવસ પછી બાકી રહેલો અડધો નાઇટ્રોજન આપો.
વધુ પડતો નાઇટ્રોજન આપવાનું ટાળો કારણ કે તેનાથી માદા ફૂલોની સંખ્યા ઘટી શકે છે.
૪. સિંચાઈ (પાણી વ્યવસ્થાપન)
શરૂઆત: વાવણી પછી તરત હલકું પિયત આપો.
ઉનાળુ ઋતુ: અઠવાડિયામાં એકવાર પિયત આપો.
ચોમાસુ ઋતુ: ફક્ત વરસાદ ન હોય તેવા સૂકા ગાળામાં જ જરૂર મુજબ પિયત આપો.
કટોકટીના તબક્કા: ફૂલ આવવાના અને ફળના વિકાસના તબક્કા દરમિયાન જમીનમાં સતત ભેજ જાળવવો જરૂરી છે.
૫. નિંદામણ વ્યવસ્થાપન
વાવણીના ૨૦-૨૫ દિવસે અને ૪૫-૫૦ દિવસે હાથ વડે નિંદામણ કરો.
પ્રિ-ઇમર્જન્સ (અંકુરણ પહેલા) નિંદામણનાશક: વાવણી પહેલા બાસાલિન (૨.૦-૨.૫ લિટર/હેક્ટર) નો છંટકાવ કરી જમીનમાં ભેળવો.
૬. સંકલિત જીવાત વ્યવસ્થાપન (IPM)
મુખ્ય જીવાતો: ફળમાખી, થ્રિપ્સ, સફેદમાખી, મોલોમશી (એફિડ).
વ્યૂહરચના:
ટ્રેપ (છટકાં): થ્રિપ્સ અને સફેદમાખીના નિયંત્રણ માટે પીળા/વાદળી ચીકણા ટ્રેપ (૧૦-૨૦ પ્રતિ હેક્ટર) લગાવો.
જૈવિક નિયંત્રણ: પરભક્ષી અને પરજીવી કીટકો જેવા કે ટ્રાઇકોગ્રામા ભમરી, લેડીબગ ભમરા અથવા ક્રાયસોપા (લીલી પોપટી) છોડો.
લીમડા આધારિત છંટકાવ: ૪% લીમડાના બીજની મીંજનો અર્ક (NSKE) અથવા ૧% લીમડા આધારિત સાબુનો છંટકાવ કરો.
રાસાયણિક નિયંત્રણ: મોલોમશી માટે ડાયમિથોએટ (૦.૦૫%); ભમરા માટે કાર્બારિલ (૦.૧%) જેવી દવાનો જરૂર મુજબ ઉપયોગ કરો.
૭. કાપણી અને કાપણી પછીનું વ્યવસ્થાપન
કાપણી:
શાકભાજી માટે: વાવણીના ૬૦-૭૦ દિવસ પછી કુમળા ફળો (૧૨-૧૫ સે.મી. લાંબા) ઉતારો.
લૂફા (સ્પોન્જ) માટે: પાકટ, સુકાઈ ગયેલા ફળો (વાવણીના ૯૦-૧૨૦ દિવસ પછી) ઉતારો.
ઉપજ: પ્રતિ હેક્ટર ૧૫૦-૨૨૦ ક્વિન્ટલ (શાકભાજી તરીકે).
કાપણી પછી: ફળોને ઠંડી, છાંયડાવાળી જગ્યાએ ટોપલીમાં ૩-૪ દિવસ સુધી સંગ્રહ કરી શકાય છે. બીજ માટે, ફળોને સંપૂર્ણ સુકાવા દઈ તેમાંથી રેસા અને બીજ અલગ કરો.